ફુટબૉલર એમ્બાપ્પે ૧ મિનિટમાં ૫૪૮૬ રૂપિયા લેખે રોજના ૭૯ લાખ રૂપિયા કમાય છે

15 August, 2024 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા ક્રિકેટના મહારથીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની આખી IPL સીઝનની આવક કરતાં પણ એમ્બાપ્પેનો માસિક પગાર અનેકગણો વધારે છે

કિયાન એમ્બાપ્પે

IPLમાં વેચાતા ક્રિકેટરોની કમાણીનો આંકડો સાંભળીને આપણી આંખ પહોળી થઈ જાય છે તો કિયાન એમ્બાપ્પેની કમાણી સાંભળીને તો બેભાન જ થઈ જઈશું. કિયાન એમ્બાપ્પે એટલે યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન્સ (UEAFA) ચૅમ્પિયન્સ લીગ વિજેતા ફુટબૉલર. પૅરિસ સેન્ટ જર્મન (PSG)માંથી રેકૉર્ડ ટાઇમમાં જીત મેળવ્યા પછી તે રિયલ મેડ્રિડમાં સામેલ થઈ ગયો. આ કારણે તેની આવકમાં ભારે ઘટાડો થયો છે. આમ છતાં આ ખેલાડી ૧ મિનિટમાં ૫૪૮૬  રૂપિયા કમાય છે. આપણા ક્રિકેટના મહારથીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની આખી IPL સીઝનની આવક કરતાં પણ એમ્બાપ્પેનો માસિક પગાર અનેકગણો વધારે છે. રિયલ મેડ્રિડમાં એમબાપ્પેને પહેલા વર્ષે અંદાજે ૨૮૫ કરોડ રૂપિયા મળશે. એટલે કે મહિનાના ૨૩.૭ કરોડ રૂપિયા મળશે. હવે દિવસ અને સેકન્ડમાં પણ ગણતરી જોઈ લો. ૨૫ વરસનો આ ખેલાડી રોજ ૭૯ લાખ રૂપિયા અને ૧ મિનિટમાં ૫૪૮૬ રૂપિયા કમાય છે. ૧ મહિનામાં આ રકમ ૨૩.૭ કરોડ રૂપિયા અને એક વર્ષમાં ૨૮૫ કરોડ રૂપિયાની આવકને આંબે છે.

football sports sports news