ખો-ખો વર્લ્ડ કપ 2025 દરમ્યાન ટીમની જર્સી પર ઇન્ડિયા નહીં, ભારત દેખાશે

10 January, 2025 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ૧૩થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન પહેલવહેલા ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે

ખો-ખો વર્લ્ડ કપ 2025 દરમ્યાન ટીમની જર્સી

દિલ્હીમાં ૧૩થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન પહેલવહેલા ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈ કાલે ભારતીય ખો-ખો ફેડરેશને ૧૫-૧૫ સભ્યોની ભારતીય મેન્સ અને વિમેન્સ સ્ક્વૉડ જાહેર કરી હતી. આ ટુર્નામેન્ટ પહેલાં દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે દેશભરનાં ૬૦-૬૦ મેન્સ અને વિમેન્સ પ્લેયર્સે સ્ક્વૉડમાં જગ્યા મેળવવા માટે સ્પર્ધા કરી હતી. પ્રતીક વાયકર અને પ્રિયંકા ઈંગળેને ટીમની કમાન સોંપવામાં આવી છે.

સામાન્ય રીતે ઇન્ટરનૅશનલ લેવલ પર કોઈ પણ રમત દરમ્યાન ભારતની નૅશનલ ટીમની જર્સી પર ઇન્ડિયા લખ્યું હોય છે, પણ ખો-ખો ટીમની જર્સી પર આવું નહીં હોય. ભારતીય ખો-ખો ફેડરેશનના પ્રમુખ સુધાંશુ મિત્તલે જાહેરાત કરી છે કે આપણી ટીમ ભારતની ટીમના નામથી ઓળખાશે.  

જર્સી પર ‘ભારત’ સ્પષ્ટપણે છાપવામાં આવશે. 

sports sports news