16 January, 2025 11:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની વિમેન્સ ટીમે પોતાનો વિજયરથ આગળ વધાર્યો
દિલ્હીમાં આયોજિત પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે પોતાનો વિજયરથ આગળ વધાર્યો છે. ગઈ કાલે ત્રીજા દિવસે ભારતની વિમેન્સ ટીમે ઈરાન સામે ૧૦૦-૧૬ની સ્કોર-લાઇનથી જીત મેળવી હતી. પહેલી મૅચમાં સાઉથ કોરિયા સામે ૧૫૭ પૉઇન્ટના અંતરથી જીતનાર ભારતની વિમેન્સ ટીમ ગઈ કાલે ૮૪ પૉઇન્ટના અંતરે જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.
ભારતીય મેન્સ ટીમે પોતાની હૅટ-ટ્રિક જીત નોંધાવી હતી. પેરુ ટીમ સામે ભારતની મેન્સ ટીમ ૭૦-૩૮ની સ્કોર-લાઇનથી જીતવામાં સફળ રહી હતી. સળંગ ત્રણ મૅચ જીતીને ભારતની મેન્સ ટીમ પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે. ૧૭ જાન્યુઆરીથી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. એ પહેલાં આજે ભારતની વિમેન્સ ટીમ મલેશિયા સામે અને મેન્સ ટીમ ભુતાન સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચ રમશે.