01 February, 2023 12:28 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
સ્ટેજ પર કલાકારોએ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પર આધારિત પર્ફોર્મન્સ આપીને સૌકોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા તસવીર પી.ટી.આઇ.
મધ્ય પ્રદેશના ભોપાલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ શરૂ થઈ છે અને શહેરના ટીટી નગર સ્ટેડિયમમાં સોમવારે આતશબાજી વચ્ચે શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. સ્ટેજ પર કલાકારોએ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પર આધારિત પર્ફોર્મન્સ આપીને સૌકોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા ખેલકૂદ પ્રધાન વસુંધરા રાજે સિંધિયા સહિત અનેક મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત હતાં. આ રમતોત્સવ દેશને ભવિષ્યના આશાસ્પદ ઍથ્લીટ્સ આપશે. તસવીર પી.ટી.આઇ.