Kelvin Kiptum No More: મૅરથોનમાં વર્લ્ડ રેકોર્ડ કરનાર એથલીટનું કરૂણ મોત, 24 વર્ષે લીધા અંતિમ શ્વાસ

12 February, 2024 05:14 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Kelvin Kiptum No More: 24 વર્ષીય કેન્યાના એથ્લેટ કેલ્વિન કિપ્ટમનું નૈરોબીમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેના કોચનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું

કેલ્વિન કિપ્ટમ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

મેરેથોન વર્લ્ડ રેકોર્ડ તોડનાર 24 વર્ષીય કેન્યાના એથ્લેટ કેલ્વિન કિપ્ટમનું નૈરોબીમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ (Kelvin Kiptum No More) થયું છે. વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ કિપ્ટમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે કિપ્ટમની સાથે તેના કોચનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. કિપ્ટમના અવસાનથી એથ્લેટિક્સ જગત શોકમાં છે.

તમને જણાવી દઈએ કે વિશ્વમાં સૌથી ઓછા સમયમાં મેરેથોન જીતીને વિશ્વ રેકોર્ડ બનાવનાર કેન્યાના દોડવીર કેલ્વિન કિપ્ટમનું રવિવારે 11 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્યામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ (Kelvin Kiptum No More) થયું હતું. કેલ્વિન કિપ્ટમ માત્ર 24 વર્ષનો હતો. અકસ્માતમાં તેનો કોચ પણ ગાયબ હતો. કેલ્વિન કિપ્ટોમે ગયા વર્ષે ઓક્ટોબરમાં શિકાગોમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આખરે શું થયું હતું? કઈ રીતે થયો અકસ્માત?

કેલ્વિન કિપ્ટમનો માર્ગ અકસ્માત (Kelvin Kiptum No More) એલ્ડોરેટના રિફ્ટ વેલી શહેર નજીક થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પ્રદેશ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ મેરેથોન દોડવીરો માટે જાણીતો છે. એવા અહેવાલ છે કે કેલ્વિન ટોયોટા પ્રીમિયો ચલાવી રહ્યો હતો. અને અચાનક જ તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની કાર રોડ પરથી ઉતરી એક ઝાડ સાથે અથડાઈ હતી. કિપ્ટમ ઉપરાંત રવાંડાના તેના કોચ ગેરવાઈસ હકીઝિમાનાએ પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. મહિલા મુસાફર શેરોન કોસગેઈ દુર્ઘટનામાં બચી ગઈ હતી, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

એવું પણ કહેવાય છે કે ગેર્વાઈસ હકીઝિમાના એ તો કિપ્ટમ માટે કોચ કરતાં પણ વધુ મહત્વના હતા. તેઓના જીવનમાં તેમનું ખૂબ મહત્વ રહ્યું છે. તેઓ પોતે પણ ભૂતપૂર્વ અંતર દોડવીર રહી ચૂક્યા છે. 

ગયા વર્ષે જ શિકાગોમાં તોડ્યો હતો આ રેકોર્ડ 

તમને જણાવી દઈએ કે કેલ્વિન કિપ્ટમે (Kelvin Kiptum No More) ગયા વર્ષે જ  શિકાગો મેરેથોનને માત્ર 2 કલાક અને 35 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. વર્લ્ડ એથલેટિક્સે ગયા અઠવાડિયે જ તેના ઐતિહાસિક સમયની પુષ્ટિ કરી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ એથ્લેટે મેરેથોનમાં 2 કલાક અને 1 મિનિટથી ઓછો સમય પસાર કર્યો હોય.

વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે `કેલ્વિન કિપ્ટોમ અને તેમના કોચ ગેરવાઈસ હકીઝિમાનાના અકાળે અવસાન વિશે જાણીને અમે આઘાત અને દુઃખી છીએ.` 

કેન્યાના વડા પ્રધાને પણ શોક વ્યક્ત કર્યો 

કેન્યાના વડા પ્રધાન રૈલા ઓડિંગાએ એક્સ પર જઈને પોસ્ટ લખી હતી કે `આઘાતજનક સમાચાર (Kelvin Kiptum No More) છે. કારણ કે આપણે એક અદ્ભુત વ્યક્તિ ગુમાવ્યા છે. અમે વિશ્વ વિક્રમ ધારક અને કેન્યાના એથ્લેટિક્સ આઇકોન કેલ્વિન કિપ્ટોમના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ.”

sports news sports athletics kenya international news