કપિલ દેવે પૂછ્યો લગ્ન અંગે પ્રશ્ન, શરમાવા લાગ્યો નીરજ ચોપરા

09 August, 2021 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કપિલ દેવે નીરજ ચોપરા સાથે લગ્ન વિશે પૂછ્યું તો આ અંગે ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટે કહ્યું હાલ તેમનું ફોકસ ફક્ત રમત પર છે.

નીરજ ચોપરા

નીરજ ચોપરા હવે કોઇપણ પ્રકારની ઓળખના મોહતાજ નથી. 23 વર્ષના આ જેવલિન થ્રોઅરે ઑલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. તે ઑલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફીલ્ડમાં મેડલ જીતનાર પહેલો ભારતીય બન્યો છે. તેણે 8758 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને શનિવારે ભારતને નામે ટોક્યો ઑલિમ્પિકનો એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો. નીરજ ચોપરાની ફિલ્ડલાઇફ વિશે તો બધા જાણે છે પણ મેદાનની બહાર તે કેવા છે આ વિશે જાણવામાં પણ હવે લોકો રસ ધરાવે છે.

મહાન ક્રિકેટર કપિલ દેવે નીરજ ચોપરાને એક પ્રશ્ન પૂછ્યો જેથી તે શરમાવા લાગ્યો. કપિલ દેવે એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીતમાં તેમને લગ્ન વિશે પૂછ્યું. આ પ્રશ્નના જવાબમાં નીરજના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. પણ તેમણે જવાબ આપ્યો, `હાલ તેનું ધ્યાન રમત પર છે.`

કપિલ દેવે કહ્યું, "તમારા પેરેન્ટ્સે કહ્યું કે તમને હજી બે વધુ ગોલ્ડ મેડલ લઈને આવવાના છે. આનો અર્થ એ છે કે 7-9 વર્ષ હજી તમને જોઈશે. આનો અર્થ તો એ પણ છે કે હાલ તમારા લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી, તમારા પેરેન્ટ્સ. શું તમને સ્વીકૃત છે."

નીરજ ચોપરાએ આ અંગે શરમાતા જવાબ આપ્યો...મને ખબર નથી.. પણ જ્યારે સમય આવશે, તો એ પણ થઈ જશે. હાલ સ્પૉર્ટ્સ પર ફોકસ છે. મન અને ધ્યાન તેના પર જ લગાડવાનું છે. અને જે થવાનું હશે તે થઈ જશે.

આ અંગે કપિલ દેવે આગળ પૂછ્યું કે આવું તો નથી કે તમારી પોતાની ગ્રલફ્રેન્ડ હોય? અથવા જે મા-બાપ પર છોડી દીધું હોય જે માતા-પિતા કહેશે તેની સાથે જ ચાલશે.

હસતા હસતા... હાલ તો સંપૂર્ણ ફોકસ ગેમ પર છે. આવનારા સમયમાં કંઇપણ થઈ શકે છે. મા-બાપને સારું લાગશે તો એ પણ ઠીક છે. મને પણ સારું લાગશે તો હું પણ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જો તે માની જાયે તો....કંઇપણ થઈ શકે છે.

આ સિવાય કપિલ દવે જ્યારે નીરજ ચોપરાને વધામણી આપી તો તેમણે કહ્યું કે તમારા જેવા મોટા ખેલાડીઓને જોઈને જ હું શીખ્યો છું. અને હવે અમે સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી આગામી પેઢી બહેતર કરી શકે.

sports news sports neeraj chopra kapil dev