13 August, 2019 09:35 AM IST | Mumbai
ભારતીય અંડર 23 વોલીબોલ ટીમ
Mumbai : છેલ્લા ઘણા સમયથી ભારતની વોલીબોલની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે ભારતની રાષ્ટ્રીય કક્ષાની અંડર 23 ટીમ પણ પાછળ નથી. હાલમાં જ રમાયેલી અંડર 23 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ કબ્જે કર્યો છે. આમ સિલ્વર મેડલ જીતતાની સાથે જ અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમે ક્વોલિફાય કરી લીધું છે. ભારતે આ ટુર્નામેન્ટમાં તાઈવાનને 3-1થી હાર આપીને સિલ્વર મેડલ પર કબ્જો મેળવ્યો હતો.
બંને ટીમોએ આપી મજબુત ટક્કર
ભારતીય વોલીબોલ ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ગેમમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. જોકે તાઇવાને પ્રથમ ગેમ 25-21થી જીતી. બીજી ગેમમાં ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી. એક સમયે ટીમ 15-13થી આગળ હતી. તાઇવાને વાપસી કરતા ગેમ 25-20થી જીતી લીધી. ત્રીજી ગેમમાં 15-15થી બરાબરી પછી ભારતે વાપસી કરતા 25-19થી જીત મેળવી સ્કોર 1-2 કરી લીધું. જો કે અંતિમ ગેમ 25-23થી જીતી તાઇવાને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.
આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?
ભારતે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને માત આપી હતી
આ પહેલા ભારતે સેમી ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતીય ટીમ બીજી વખત ટૂર્નામેન્ટમાં ઉતરી છે. જ્યારે તાઇવાને પહેલી વખત ખિતાબ જીત્યો છે. તો જાપાને પાકિસ્તાનને 3.0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જાપાને 25-18, 25-23 અને 25-18થી જીત મેળવી હતી. 11 ઓગસ્ટ સુધી રમાયેલી ટૂર્નામેન્ટમાં 12 દેશોની ટીમો ઉતરી હતી. ટૂર્નામેન્ટની ટોપ- 2 ટીમોને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળે છે.