07 December, 2025 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સીમા પુનિયા
ભારતની ૪૨ વર્ષની ડિસ્ક્સ થ્રોઅર સીમા પુનિયાને ડોપિંગ ઉલ્લંઘન બાદ નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (NADA) દ્વારા ૧૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. NADAએ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા ચોક્કસ પ્રતિબંધિત પદાર્થનો ખુલાસો કર્યો નથી. તેનો પ્રતિબંધ ૧૦ નવેમ્બરથી અલમમાં મૂકવામાં આવ્યો છે. હરિયાણાની આ ડિસક્સ થ્રોઅર એક ગોલ્ડ સહિત ૩ એશિયન ગેમ્સ મેડલ સાથે કૉમનવેલ્થ ગેમ્સમાં ૪ મેડલ જીતી ચૂકી છે.