26 March, 2023 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિખત ઝરીન
ભારતના હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર બર્નાડ ડ્યુને ગઈ કાલે કહ્યું હતું કે બૉક્સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહિન એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થયા છે, જે ૨૦૨૪ની પૅરિસ ગેમ્સ માટેની ક્વૉલિફાયર પણ છે. ચીનના ગાંગઝાઉમાં ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઑક્ટોબર સુધી થનારી એશિયન ગેમ્સમાં પસંદગી માટે ભારતીય બૉક્સિંગ ફેડરેશનની નીતિ મુજબ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેળવનાર ખેલાડીઓનું એશિયન ગેમ્સ માટે આપોઆપ સિલેક્શન થશે. નિખત અને લવલીના વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા છે.