23 September, 2024 11:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ૪૫મી ચેસ ઑલિમ્પિયાડમાં પહેલી વાર ભારતની મહિલા અને પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતની પુરુષ ટીમે ઓપન કૅટેગરીના ફાઇનલ રાઉન્ડમાં સ્લોવેનિયાને ૩.૫-૦.૫થી હરાવ્યું, જ્યારે મહિલા ટીમે પણ પોતાના ફાઇનલ રાઉન્ડમાં અઝરબૈજાનને ૩.૫-૦.૫થી હરાવ્યું હતું. ભારતીય પુરુષ ટીમ અગાઉ ટુર્નામેન્ટની ૨૦૧૪ અને ૨૦૨૨ની આવૃત્તિમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારતીય મહિલા ટીમ ચેન્નઈમાં ૨૦૨૨ની આવૃત્તિમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારત તરફથી ડી. ગુકેશ, અર્જુન એરિગેસી, આર. પ્રજ્ઞાનાનંદ, વિદિત ગુજરાતી અને પેન્ટલા હરિકૃષ્ણાએ પુરુષ ટીમનું અને હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ અને તાન્યા સચદેવે મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.