T20 વર્લ્ડ કપ માટે વિકેટકીપર-બૅટરના સ્થાન માટે ભારત પાસે છે પાંચ દાવેદાર

28 April, 2024 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ માટે વિકેટકીપરની પસંદગી કરવામાં આવે તો કોનો દાવો વધુ મજબૂત છે? ચાલો આ દાવેદારોના IPLનાં હમણાં સુધીનાં પ્રદર્શન પર એક નજર કરીએ.

કેએલ રાહુલ

ભારતીય ટીમ માટે ૧૬ વર્ષ ક્રિકેટ રમનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૨૩માં જ્યારે રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારથી ભારતીય ટીમ પોતાના માટે ધોની જેવો પર્ફેક્ટ વિકેટકીપર-બૅટ્સમૅન શોધી નથી શકી. હવે સવાલ થઈ રહ્યા છે કે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર કોણ હશે? આ રેસમાં રિષભ પંત, સંજુ સૅમસન, કેએલ રાહુલ, ઈશાન કિશન અને દિનેશ કાર્તિક જેવાં નામ છે; પણ કયા વિકેટકીપરનું નસીબ ચમકશે? જો IPL 2024નાં પ્રદર્શનના આધારે T20 વર્લ્ડ કપ માટે વિકેટકીપરની પસંદગી કરવામાં આવે તો કોનો દાવો વધુ મજબૂત છે? ચાલો આ દાવેદારોના IPLનાં હમણાં સુધીનાં પ્રદર્શન પર એક નજર કરીએ.

આ પાંચમાંથી કોણ રમશે T20 વર્લ્ડ કપ?

વિકેટકીપર-બૅટ્સમૅન

મૅચ

રન

કૅચ સ્ટમ્પ

 

રિષભ પંત

૩૪૨

૧૦

સંજુ સૅમસન

૩૧૪

કેએલ રાહુલ

૩૦૨

દિનેશ કાર્તિક

૨૬૨

ઈશાન કિશન

૧૯૨

( IPL 2024ની પ્રથમ ૪૨ મૅચનો રેકૉર્ડ)

sports news sports cricket news