ઑલિમ્પિક્સમાં પહેલી વાર ભારતીય ટીમ સાથે પૅરિસ જશે સ્લીપ-ટ્રેઇનર

04 July, 2024 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલમાં જ સેન્ડ-ઑફ સેરેમનીમાં રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા અને ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રેસિડન્ટ પી.ટી. ઉષાએ નવો સેરેમની ડ્રેસ અને પ્લેઇંગ કિટ લૉન્ચ કર્યાં હતાં

પૅરિસ ઑલિમ્પિક્સમાં આ સેરેમની ડ્રેસ અને પ્લેઇંગ કિટમાં જોવા મળશે ભારતીય ખેલાડી

૨૬ જુલાઈથી ૧૧ ઑગસ્ટ સુધી પૅરિસમાં રમાનારી ઑલિમ્પિક્સ ગેમ્સ માટે ભારતના રમતગમત મંત્રાલયે નવી પહેલ કરી છે. ઑલિમ્પિક્સ ઇતિહાસમાં પહેલી વાર ભારતીય ખેલાડીઓ સાથે સ્લીપ-ટ્રેઇનર ડૉક્ટર મોનિકા શર્મા પૅરિસ જશે. ગેમ્સ પહેલાં ખેલાડીઓને પ્રેશરથી બચવા સારી ઊંઘની જરૂર હોય છે. ખેલાડીઓના પ્રદર્શન-રિકવરી માટે કેટલી ઊંઘ લેવી એની સલાહ આપવાની અને તેમની અંદર ઊર્જા જાળવી રાખવાની જવાબદારી આ સ્લીપ-ટ્રેઇનરની રહેશે.

હાલમાં જ સેન્ડ-ઑફ સેરેમનીમાં રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા અને ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રેસિડન્ટ પી.ટી. ઉષાએ નવો સેરેમની ડ્રેસ અને પ્લેઇંગ કિટ લૉન્ચ કર્યાં હતાં. ૧૩ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑલિમ્પિક્સ ખેલાડીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે.

ક્યા બાત હૈ!

ભારત ૨૦૩૬ની ઑલિમ્પિક્સ માટે બિડ કરી રહી છે જેમાં એ ૬ રમતને ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની ભલામણ કરશે. આ લિસ્ટમાં યોગ, T20 ક્રિકેટ, કબડ્ડી, ચેસ, ખો-ખો અને સ્ક્વૉશ જેવી રમતો છે. યજમાન દેશ સ્થાનિક રમતને પ્રોત્સાહન આપવા માટે એકથી વધારે રમત ઉમેરી શકે છે.

Olympics india paris sports sports news