ઓડિશાના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ૧૩મીએ શરૂ થશે હૉકી વર્લ્ડ કપ

07 January, 2023 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રુરકેલામાં જ હૉકી વર્લ્ડ કપ વિલેજ (નીચે) પણ બનાવાયું છે અને એનું ગુરુવારે ઓપનિંગ હતું

ઓડિશાના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ૧૩મીએ શરૂ થશે હૉકી વર્લ્ડ કપ

શુક્રવાર, ૧૩ જાન્યુઆરીએ ઓડિશા રાજ્યમાં મેન્સ હૉકી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ માટેના નવા હૉકી સ્ટેડિયમનું ગુરુવારે આતશબાજી સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું (ઉપર). બિરસા મુન્ડા ઇન્ટરનૅશનલ હૉકી સ્ટેડિયમ રુરકેલામાં બન્યું છે જેમાં કુલ ૨૧,૦૦૦ લોકો બેસી શકે એટલી સીટ છે અને એ રીતે એ વિશ્વનું સૌથી મોટું હૉકી સ્ટેડિયમ છે. રુરકેલામાં જ હૉકી વર્લ્ડ કપ વિલેજ (નીચે) પણ બનાવાયું છે અને એનું ગુરુવારે ઓપનિંગ હતું. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઈકે હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં વિશ્વકપમાં રમનારી ભારતીય ટીમ સાથે ફોટો પડાવ્યો હતો. ભારત છેલ્લે ૧૯૭૫માં હૉકીનો વર્લ્ડ કપ જીત્યું હતું. બેલ્જિયમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. આ વખતના વર્લ્ડ કપની મૅચો ઓડિશામાં રુરકેલા ઉપરાંત ભુવનેશ્વરમાં પણ રમાશે. આ વિશ્વકપમાં કુલ ૧૬ દેશની ટીમ ભાગ લઈ રહી છે. . પી.ટી.આઇ.

sports news hockey odisha