24 July, 2019 03:36 PM IST |
દીપા કરમાકર
રિયો ઑલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેનાર ભારતની સ્ટાર જિમ્નૅસ્ટર દીપા કરમાકરને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ બાકુ અને દોહામાં યોજાનારા આગામી બન્ને ઑલિમ્પિક ક્વૉલિફિકેશન વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ કાલે મંજૂરી આપી હતી અને જિમ્નૅસ્ટિક ફેડરેશન ઑફ ઇન્ડિયા (GFI)ને પુરુષો માટે ટ્રાયલ્સ યોજવાનું કહ્યું હતું. અઝરબૈજાનમાં ૧૪-૧૭ માર્ચ અને કતારમાં ૨૦-૨૩ માર્ચ દરમ્યાન રમાનારા વર્લ્ડ કપ માટે જિમ્નૅસ્ટિક ફેડરેશને દીપાને સતત બે વર્લ્ડ કપ માટે રજિસ્ટર્ડ કરી હતી, પણ ક્લિયરન્સ મળવાનું બાકી હતું જે હવે મળી ગયું છે. જિમ્નૅસ્ટિક ફેડરેશને આશિષ કુમાર અને યોગેશ્વર દત્તનાં નામ સ્પોર્ટ્સ ઑથોરિટીને મોકલ્યાં હતાં અને એના રિસ્પૉન્સમાં આ ઑથોરિટીએ ૧૧ માર્ચે સિલેક્શન ટ્રાયલ્સ યોજવાનું કહ્યું હતું.