17 December, 2024 10:16 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ ચેસ ચૅમ્પિયનની ટ્રોફી અને મમ્મી-પપ્પા સાથે ગુકેશ.
સિંગાપોરમાં ચીનના પ્લેયરને હરાવીને ૧૮ વર્ષની ઉંમરે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા ડી. ગુકેશનું ગઈ કાલે ચેન્નઈ ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રેસ-કૉન્ફરન્સમાં વિશાળ ફૂલોનો હાર અને મુગટ દ્વારા પરંપરાગત સ્વાગત થયું હતું ગુકેશનું.
ફૂલોનો હાર, મુગટ અને તેના ફોટોવાળી કાર જોઈને વર્લ્ડ ચૅમ્પિયનની ટ્રોફી અને મમ્મી-પપ્પા સાથે આવેલા ગુકેશે આ સ્વાગત અને સમર્થન માટે લોકોનો વિશેષ આભાર માન્યો હતો.
આ કારમાં બેસીને ચેન્નઈમાં આગળની સફર કરી હતી ગુકેશ અને તેનાં મમ્મી-પપ્પાએ.
તેણે કહ્યું હતું કે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં માનસિક અને ઇમોશનલ પ્રેશરનો સામનો કરવો મહત્ત્વપૂર્ણ હોય છે.
પોસ્ટર અને રંગબેરંગી કપડાં પહેરીને ગુકેશને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા ચેન્નઈના લોકો.