ગોલ્ડન બૉય નીરજ ચોપડાને ફેડરેશન કપની ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી

14 May, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીરજ ચોપડા ૨૦૨૨  અને ૨૦૨૩માં વિદેશમાં તાલીમ અને ટુર્નામેન્ટને કારણે એક પણ સ્થાનિક સ્પર્ધામાં ભાગ નહોતો લઈ શક્યો.

નીરજ ચોપરાની તસવીર

ભારતના સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા અને કિશોર કુમાર જેનાને ૧૫ મેએ રમાનારી ફેડરેશન કપની ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી છે, કારણ કે તેઓએ તેમની કરીઅરમાં ઘણી વખત ૭૫  મીટરના લઘુતમ ક્વૉલિફાઇંગ માર્ક હાંસલ કર્યા છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ 2023માં છઠ્ઠું સ્થાન મેળવનાર ડીપી મનુ ૮૫ .૫૦ મીટરના માર્કને ક્લિયર કરીને પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવા પર નજર રાખશે. તે પણ સીધો ફાઇનલમાં ભાગ લેશે. નીરજ ચોપડા હાલમાં દોહા ડાયમન્ડ લીગમાં ૮૮.૩૮ મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે કિશોર કુમાર જેના ૭૬.૩૧ મીટરના થ્રો સાથે ત્રણ રાઉન્ડ બાદ બહાર થયો હતો. નીરજ ચોપડા ૨૦૨૨  અને ૨૦૨૩માં વિદેશમાં તાલીમ અને ટુર્નામેન્ટને કારણે એક પણ સ્થાનિક સ્પર્ધામાં ભાગ નહોતો લઈ શક્યો. ૧૫ મેએ ભુવનેશ્વરમાં ફેડરેશન કપની ફાઇનલ રમવા આતુર નીરજ ચોપડાએ ફૅન્સને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી છે. તે છેલ્લે માર્ચ ૨૦૨૧માં ફેડરેશન કપમાં ઘરેલુ ટુર્નામેન્ટમાં રમ્યો હતો.

neeraj chopra Olympics sports news sports