પહેલી વાર ઑલિમ્પિક્સમાં ભારતીય ટેબલ ટેનિસ અને બૅડ્‌‌મિન્ટન પ્લેયર્સને મળી ફ્લૅગબેરર્સની જવાબદારી

19 July, 2024 07:48 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ભારતીય ટેબલ ટેનિસ અને બૅડ્‌મિન્ટન પ્લેયર્સ ફ્લૅગબેરર્સની જવાબદારી સંભાળતા જોવા મળશે

પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ પ્લેયર શરથ કમલ

ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં પહેલી વાર બે ફ્લૅગબેરર્સ બૉક્સર મૅરી કૉમ અને હૉકી પ્લેયર મનપ્રીત સિંહને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. એ જ ઘટનાનું પુનરાવર્તન પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ દરમ્યાન થશે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ભારતીય ટેબલ ટેનિસ અને બૅડ્‌મિન્ટન પ્લેયર્સ ફ્લૅગબેરર્સની જવાબદારી સંભાળતા જોવા મળશે. બૅડ્‌મિન્ટન પ્લેયર પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ પ્લેયર શરથ કમલ સેન નદી પર ફ્લૅગબેરર્સ બનીને ભારતનું નેતૃત્વ કરશે. 

sports news sports badminton news pv sindhu Olympics