20 December, 2022 02:24 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
કીલિયાન ઍમ્બપ્પે અને લિયોનેસ મેસી.
કતારમાં રવિવારે અભૂતપૂર્વ રોચક ફિફા વર્લ્ડ કપ ફાઇનલના અંતે ગોલ્ડન બૂટ (ટુર્નામેન્ટના સર્વોચ્ચ ગોલસ્કોરર)નો સૌથી પ્રતિષ્ઠિત અવૉર્ડ ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પેને આપવામાં આવ્યો હતો. ફાઇનલ પહેલાં આ વર્લ્ડ કપમાં તેના મેસી જેટલા પાંચ ગોલ હતા, પરંતુ ફાઇનલમાં ગોલની અણધારી હૅટ-ટ્રિક કરીને ઍમ્બપ્પેએ આ પુરસ્કાર પોતાના નામે કરી લીધો હતો. ગોલ્ડન બૉલ (ટુર્નામેન્ટનો બેસ્ટ પ્લેયર) અવૉર્ડ લિયોનેલ મેસીને મળ્યો હતો. તેણે આ વર્લ્ડ કપમાં કુલ સાત ગોલ કર્યા હતા અને સાથી-ખેલાડીઓના ત્રણ ગોલમાં અસિસ્ટ તરીકેની તેની મુખ્ય ભૂમિકા રહી હતી.
કોને કયા અવૉર્ડ મળ્યા?
૧. ગોલ્ડન બૂટ : કીલિયાન ઍમ્બપ્પે (ફ્રાન્સ)
૨. સિલ્વર બૂટ : લિયોનેલ મેસી (આર્જેન્ટિના)
૩. બ્રૉન્ઝ બૂટ : ઑલિવિયર ઝિરુ (ફ્રાન્સ)
૪. ગોલ્ડન બૉલ : લિયોનેલ મેસી (આર્જેન્ટિના)
૫. સિલ્વર બૉલ : કીલિયાન ઍમ્બપ્પે (ફ્રાન્સ)
૬. બ્રૉન્ઝ બૉલ : લુકા મૉડ્રિચ (ક્રોએશિયા)
૭. ગોલ્ડન ગ્લવ : એમિલિયાનો માર્ટિનેઝ (આર્જેન્ટિના)
૮. ફિફા યંગ પ્લેયર અવૉર્ડ : એન્ઝો ફર્નાન્ડેઝ (આર્જેન્ટિના)
૯. ફિફા ફેર પ્લે ટ્રોફી : ઇંગ્લૅન્ડ