વહેલી એક્ઝિટને લીધે જર્મની, બેલ્જિયમની જર્સીનું મૂલ્ય ઘટ્યું

10 December, 2022 11:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બેલ્જિયમનો ૨૭ નવેમ્બરે મૉરોક્કો સામે ૦-૨થી પરાજય થયો હતો

જર્મની

ચાર વખત ચૅમ્પિયન બનેલી જર્મનીની ટીમ અને વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમની ટીમ કતારના ફિફા વર્લ્ડ કપમાંથી વહેલી બહાર થઈ જતાં આ બન્ને દેશની ટીમની જર્સીના ભાવ ઘટી ગયા છે. જર્મન ટીમની સત્તાવાર જર્સીનો ભાવ જે ટુર્નામેન્ટની શરૂઆતથી ૬૭૦ કતારી રિયાલ (અંદાજે ૧૫,૧૬૦ રૂપિયા) હતો એ જર્મનીની ટીમ ગ્રુપ-સ્ટેજમાં જ સ્પર્ધાની બહાર થઈ જતાં ઘટીને ૩૨૯ રિયાલ (૭૪૪૫ રૂપિયા) થઈ ગયો છે. જર્મનીનો ૨૩ નવેમ્બરે પહેલી જ મૅચમાં જપાન સામે ૧-૨થી પરાજય થયો હતો.

બેલ્જિયમ

બેલ્જિયમની ટીમની સત્તાવાર જર્સીનો ભાવ જે ટુર્નામેન્ટની શરૂઆતથી ૪૩૦ કતારી રિયાલ (અંદાજે ૯૭૩૦ રૂપિયા) હતો એ ગ્રુપ-સ્ટેજમાં જ બેલ્જિયમની ટીમ આઉટ થઈ જતાં ૫૦ ટકા ઘટી ગયો હતો.

બેલ્જિયમનો ૨૭ નવેમ્બરે મૉરોક્કો સામે ૦-૨થી પરાજય થયો હતો.

sports sports news football fifa world cup germany belgium