midday

આર્જેન્ટિના માટે મેસીના દીકરાએ લખ્યો હતો લેટર

19 December, 2022 08:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એમાં આર્જેન્ટિનાના જાણીતા ગીતના શબ્દો હતા
લિયોનેલ મેસી પરિવાર સાથે અને તેના દીકરાએ લખેલો લેટર

લિયોનેલ મેસી પરિવાર સાથે અને તેના દીકરાએ લખેલો લેટર

ગઈ કાલે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ટક્કર થઈ હતી, પરંતુ એ પહેલાં આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનેલ મેસીના ૧૦ વર્ષના દીકરા થિઆગો મેસીએ એક પત્ર લખ્યો હતો અને એના દ્વારા આર્જેન્ટિનાની ટીમને શુભેચ્છા પાઠવી હતી. એમાં આર્જેન્ટિનાના જાણીતા ગીતના શબ્દો હતા, જેનો અર્થ થતો હતો, ‘અમારી બધી આશાઓ ફરી એક વાર તમારા પર છે.’ મેસીની પત્ની એન્ટોનેલા રોકુઝોએ આ પત્રનો ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ગીત ડિએગો મૅરડોના અને મેસી પર છે. આ બન્ને આર્જે​ન્ટિનાના ફુટબૉલના ઇતિહાસના બે શ્રેષ્ઠ ખેલાડીઓ છે. 

Whatsapp-channel
sports news sports fifa world cup argentina france lionel messi