૬૪ સ્ક્વેરની રમતનાં કિંગ્સ અને ક્વીનનું ભારતમાં થયું શાનદાર સ્વાગત

25 September, 2024 09:48 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

હંગેરીમાં ૪૫મા ચેસ ઑલિમ્પિયાડમાં ટીમ ઇવેન્ટમાં બે અને ચાર વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતીને ભારતીય ચેસની યુવા બ્રિગેડ ગઈ કાલે સ્વદેશ પરત ફરી હતી

આર. પ્રજ્ઞાનાનંદ અને તેની બહેન વૈશાલી રમેશબાબુ, ચેન્નઈ ઍરપોર્ટ પર સ્વાગત દરમ્યાન ડી. ગુકેશ.

હંગેરીમાં ૪૫મા ચેસ ઑલિમ્પિયાડમાં ટીમ ઇવેન્ટમાં બે અને ચાર વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતીને ભારતીય ચેસની યુવા બ્રિગેડ ગઈ કાલે સ્વદેશ પરત ફરી હતી. અધિકારીઓ અને પરિવારના સભ્યો દ્વારા તેમનાં શહેરોમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડી. ગુકેશ, આર. પ્રજ્ઞાનાનંદ અને તેની બહેન વૈશાલી રમેશબાબુએ ચેન્નઈ ઍરપોર્ટ પર લોકોના આશીર્વાદ અને પ્રેમ મેળવ્યા હતા. વંતિકા અગ્રવાલ અને તાન્યા સચદેવેનું દિલ્હી ઍરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. ૧૦૦ વર્ષ જૂની ટુર્નામેન્ટમાં પહેલી વાર ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓનું આગામી લક્ષ્ય વિશ્વ ચૅમ્પિયન બનવાનું  છે.

world chess championship chess Olympics india hungary sports sports news