ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના ફૅન્સને કારણે ચાર વાર રોકવી પડી પોર્ટુગલ-ટર્કીની મૅચ

24 June, 2024 01:37 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

રોનાલ્ડો એટલો લોકપ્રિય છે કે તેના પાંચ ફૅન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે મેદાન પર દોડી આવ્યા હતા

રોનાલ્ડોએ એક નાનકડા ફૅન સાથે ખુશી-ખુશી સેલ્ફી પડાવ્યો હતો

યુરો કપ 2024માં ટર્કીને ૩-૦થી હરાવીને પોર્ટુગલ ફુટબૉલ ટીમ રાઉન્ડ ઑફ 16મા પહોંચી ગઈ હતી. જર્મનીના સિગ્નલ ઇડુના પાર્કમાં યોજાયેલી આ મૅચ દરમ્યાન ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના ફૅન્સને કારણે મૅચ ૪ વાર રોકવી પડી હતી. ૩૯ વર્ષનો રોનાલ્ડો એટલો લોકપ્રિય છે કે તેના પાંચ ફૅન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે મેદાન પર દોડી આવ્યા હતા જેમાં રોનાલ્ડોએ એક નાનકડા ફૅન સાથે ખુશી-ખુશી સેલ્ફી પડાવ્યો હતો. પોર્ટુગલની જીત બાદ પણ ફૅન તેની સાથે સેલ્ફી લેવા દોડ્યો, પરંતુ અન્ય ફૅન્સની જેમ તેને પણ સિક્યૉરિટીની મદદથી મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો હતો.

8
આટલા આસિસ્ટ ગોલ કર્યા છે રોનાલ્ડોએ યુરો કપ ઇતિહાસમાં. તેણે ચેક રિપબ્લિકના ભૂતપૂર્વ ફુટબૉલર કારેલ પોબોર્સ્કીની બરાબરી કરી 

football cristiano ronaldo portugal turkey sports sports news