પુનિયા, સુજિથ મોડા પહોંચતાં એશિયન ક્વૉલિફાયર ચૂકી જશે

20 April, 2024 08:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતીય કોચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ રિક્વેસ્ટને આયોજકોએ માન્ય ન રાખતાં તેઓ હવે ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાં ભાગ નહીં લઈ શકે.

દીપક પુનિયા અને સુજિત કલાકલ

પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનું સપનું જોનારા ભારતના બે સ્ટાર પહેલવાનો દીપક પુનિયા અને સુજિત કલાકલને મોટો ધક્કો લાગ્યો છે. તેઓ કિર્ગીઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં શરૂ થનારી એશિયન ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર્સ માટે દુબઈમાં વરસાદ અને ખરાબ હવામાનને લીધે ફસાઈ જતાં સમયસર પહોંચી નહોતા શક્યા. સ્પર્ધા પહેલાંની જરૂરી વજનવિધિ માટે તેઓ હાજર નહોતા થઈ શક્યા અને ભારતીય કોચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ રિક્વેસ્ટને આયોજકોએ માન્ય ન રાખતાં તેઓ હવે ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાં ભાગ નહીં લઈ શકે. પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં આ સેકન્ડલાસ્ટ ક્વૉલિફાઇંગ ઇવેન્ટ હતી. હવે તેઓ પાસે ક્વૉલિફાય માટે મે મહિનામાં ટર્કીમાં યોજાનારી ઇવેન્ટમાં છેલ્લો ચાન્સ હશે. 

ભારતનો ચેસમાસ્ટર ડી. ગુકેશ ફરી ટૉપ પર

કૅનેડાની રાજધાની ટૉરોન્ટોમાં ચાલી રહેલી કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં ભારતનો ટીનેજર ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ ગઈ કાલે ૧૨મા રાઉન્ડમાં અઝરબૈજાનના ખેલાડીની ડિફેન્સને તોડીને ફરી એક વાર સંયુક્ત રીતે ટૉપ પર પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં હવે ગુકેશ, અમેરિકન ખેલાડી હિકારુ નાકામુરા અને રશિયન ખેલાડી ઇયાન નેપોમ્નિયાચી સંયુક્ત રીતે ટૉપ પર છે. ભારતના અન્ય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ પાંચમા નંબરે અને વિદિત ગુજરાથી છઠ્ઠા નંબરે સંઘર્ષ કરી રહ્યા છે. 

sports news Olympics dubai