23 August, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પોર્ટુગલના દિગ્ગજ ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ગુરુવારે યુટ્યુબ પર ‘UR • Cristiano’ ચૅનલ લૉન્ચ કરી હતી જેણે અનેક માઇલસ્ટોન હાંસલ કર્યા હતા. આ સમચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે તેના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૧.૯૪ કરોડ (૧૯.૪ મિલ્યન) સુધી પહોંચી હતી. તે યુટ્યુબ પર ૧.૭૦ કરોડ (૧૭ મિલ્યન) સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચનાર સૌથી ઝડપી વ્યક્તિ બન્યો હતો.
એક કલાકમાં (૧૨.૭૦ લાખ) અને એક દિવસમાં (૧.૨૭ કરોડ) સૌથી ઝડપી સબસ્ક્રાઇબર્સનો રેકૉર્ડ બનાવનાર આ ફુટબૉલર ૧ લાખ સબસ્ક્રાઇબર્સ (૨૨ મિનિટ), ૧૦ લાખ સબસ્ક્રાઇબર્સ (૮૯ મિનિટ) અને ૧ કરોડ સબસ્ક્રાઇબર્સ (૧૨ કલાક) સુધી પહોંચનાર સૌથી ઝડપી વ્યક્તિ બન્યો હતો. ૮૯ મિનિટમાં ફાસ્ટેસ્ટ ૧૦ લાખ સબસ્ક્રાઇબર્સ મેળવતાં જ તેના ઘરે ગોલ્ડ પ્લે બટન ડિલિવર થયું હતું જેને જોઈ તેનાં બાળકો ખુશ થઈ ગયાં હતાં.