ઉંમર ૧૭ વર્ષ, ઊંચાઈ ૭ ફુટ ૩ ઇંચ ચીનની આ છોકરી બાસ્કેટબૉલ ગેમમાં ધૂમ મચાવી રહી છે

28 June, 2024 03:44 PM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

બાસ્કેટબૉલ રમતા પ્લેયર્સની ઊંચાઈ વધારે હોય તો તેમને ઘણી વાર એનો ફાયદો થાય છે. જોકે માત્ર ઊંચાઈ જ નહીં પણ એક સારા પ્લેયર હોવું પણ મહત્ત્વનું છે. ચીનની ૧૭ વર્ષની એક છોકરી તેની પડછંદ ઊંચાઈને કારણે બાસ્કેટબૉલ ગેમમાં ધૂમ મચાવી રહી છે.

બાસ્કેટ બૉલ

બાસ્કેટબૉલ રમતા પ્લેયર્સની ઊંચાઈ વધારે હોય તો તેમને ઘણી વાર એનો ફાયદો થાય છે. જોકે માત્ર ઊંચાઈ જ નહીં પણ એક સારા પ્લેયર હોવું પણ મહત્ત્વનું છે. ચીનની ૧૭ વર્ષની એક છોકરી તેની પડછંદ ઊંચાઈને કારણે બાસ્કેટબૉલ ગેમમાં ધૂમ મચાવી રહી છે. ઝાંગ ઝિયુની હાઇટ ૭ ફુટ ૩ ઇંચ છે અને FIBA U18 વિમેન્સ એશિયા કપમાં તેની હાજરીએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. ઝાંગે તાજેતરમાં ઇન્ડોનેશિયા સામેની ડેબ્યુ મૅચમાં ફક્ત ૧૩ મિનિટમાં ૭ રીબાઉન્ડ, બે અસિસ્ટ, બે સ્ટીલ અને ત્રણ બ્લૉક સાથે એક પણ શૉટ મિસ કર્યા વગર ૧૯ પૉઇન્ટ સ્કોર કર્યો હતો. આખું વિશ્વ તેની સ્કિલ અને ગેમની સ્ટાઇલ જોઈને સ્તબ્ધ થઈ ગયું છે. આ બાસ્કેટબૉલ સેન્સેશને ન્યુ ઝીલૅન્ડ સામે પણ ૩૬ પૉઇન્ટ નોંધાવીને ચીનને નિર્ણાયક જીત અપાવી હતી. ઝાંગનાં મમ્મી-પપ્પા પણ ચીનના પ્રોફેશનલ પ્લેયર્સ છે. FIBAએ તાજેતરમાં ઝાંગનો એક વિડિયો શૅર કર્યો હતો જેને ૩ લાખ લોકોએ જોયો હતો. બાસ્કેટબૉલ કોર્ટ પર હાજર સૌ પ્લેયર્સમાં ઝાંગની હાઇટ સૌથી વધુ હોવાને કારણે તે સામેની ટીમના પ્લેયર્સને બાળકની જેમ રમાડતી હોય એવું લાગે. તેની હાઇટ જોઈને ભલભલા પ્લેયર્સ ગેમ પહેલાં જ ફફડી ઊઠતા હશે.

basketball sports news sports china international news offbeat news