લક્ષ્ય ફાઇનલમાં, સિંધુ આઉટ થઈ ગઈ

10 July, 2023 12:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅનેડા ઓપનમાં ટોચના બે ભારતીયોના જૅપનીઝ હરીફ સામે ભિન્ન પર્ફોર્મન્સ

ગઈ કાલે પોતાની એક મહિલા ફૅનની વિનંતીથી તેના બાળકના ટી-શર્ટ પર ઑટોગ્રાફ આપી રહેલો લક્ષ્ય સેન (ડાબે). પી. વી. સિંધુ વર્લ્ડ નંબર-વન સામે સ્ટ્રેઇટ ગેમમાં હારી ગઈ હતી. તસવીર twitter.com

કૉમનવેલ્થ ગેમ્સનો બૅડ‍્મિન્ટનનો ગોલ્ડ મેડલિસ્ટ લક્ષ્ય સેન ગઈ કાલે કૅલ્ગેરીમાં કૅનેડા ઓપન સુપર-૫૦૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો હતો. વિશ્વમાં ૧૯મો રૅન્ક ધરાવતા લક્ષ્યએ સેમી ફાઇનલમાં ૧૧મા ક્રમના જપાનના કેન્તા નિશિમોતોને સ્ટ્રેઇટ ગેમમાં ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવીને નિર્ણાયક મૅચમાં પ્રવેશ કર્યો હતો. લક્ષ્ય એમાં ચીનના વર્લ્ડ નંબર-૧૦ લિ શી ફેન્ગ સામે રમશે.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-સિક્સ લક્ષ્ય સેન ૨૦૨૧ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એ મેડલ જીત્યા બાદ નાકમાં સર્જરી કરાવી હતી અને ઘણા મહિના નહોતો રમી શક્યો.
ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે સેમી ફાઇનલમાં બેસ્ટ પર્ફોર્મ નહોતી કરી શકી અને જપાનની વર્લ્ડ નંબર-વન અકેન યામાગુચી સામે સ્ટ્રેઇટ ગેમમાં ૧૪-૨૧, ૧૫-૨૧થી હારી ગઈ હતી.

canada badminton news pv sindhu sports news sports