પૅરા-બૅડ્‌મિન્ટન મેડલિસ્ટ માટે થઈ ૫૦ લાખના ઇનામની જાહેરાત

26 September, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BAI ગોલ્ડ મેડલ વિજેતા માટે ૧૫ લાખ, સિલ્વર મેડલ વિજેતા માટે ૧૦ લાખ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાને સાડાસાત લાખ રૂપિયાની ઇનામી રકમ આપશે. ભારતીય પૅરા-બૅડ્‌મિન્ટન ખેલાડીઓએ પૅરિસમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ પાંચ મેડલ જીત્યા છે.

પ્રતીકાત્મક તસવીર

બૅડ્‌મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI)એ ગયા મહિને પૅરિસ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર દેશના પૅરા-બૅડ્‌મિન્ટન ખેલાડીઓ માટે કુલ ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે. BAI ગોલ્ડ મેડલ વિજેતા માટે ૧૫ લાખ, સિલ્વર મેડલ વિજેતા માટે ૧૦ લાખ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાને સાડાસાત લાખ રૂપિયાની ઇનામી રકમ આપશે. ભારતીય પૅરા-બૅડ્‌મિન્ટન ખેલાડીઓએ પૅરિસમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ પાંચ મેડલ જીત્યા છે. 

paris india badminton news sports sports news