કોરિયાને ૩-૧થી હરાવીને ભારતે સતત ચોથી જીત મેળવી

13 September, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈકર ગોલકીપર સૂરજ કરકેરા બન્યો હીરો ઑફ ધ મૅચ

મુંબઈનો ૨૭ વર્ષનો ગોલકીપર સૂરજ કરકેરા કોરિયાના અનેક ગોલ રોકીને હીરો ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.

એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૪ની પહેલી સેમી ફાઇનલિસ્ટ ટીમ ભારતે ગઈ કાલે કોરિયાને ૩-૧થી હરાવીને પોતાની સતત ચોથી જીત મેળવી હતી. અરિજિત સિંહ હુંદલે આઠમી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્યાર બાદ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે ૯મી અને ૪૩મી મિનિટમાં બે પેનલ્ટી કૉર્નરને ગોલમાં કન્વર્ટ કર્યા હતા. કોરિયા ૩૦મી મિનિટે એક માત્ર ગોલ કરી શક્યું હતું. ભારતના રિઝર્વ ગોલકીપર સૂરજ કરકેરાએ આ મૅચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને કોરિયાના લીડ મેળવવાના પ્રયત્નો અસફળ બનાવ્યા હતા. મુંબઈનો આ ૨૭ વર્ષનો ખેલાડી કોરિયાના અનેક ગોલ રોકીને હીરો ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો. ૧૪ સપ્ટેમ્બરે ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની અંતિમ મૅચ રમશે.

Indian Mens Hockey Team hockey asia sports sports news india korea