તેજિન્દરપાલ ઈજા છતાં ફરી જીત્યો ગોલ્ડ, શાઇલી જીતી લૉન્ગ જમ્પનો સિલ્વર

15 July, 2023 12:29 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

તેણે ડાબા હાથ ઉપરાંત પગની ઈજા છતાં ગોળો ૨૦.૨૩ મીટર દૂર ફેંક્યો હતો

તેજિન્દરપાલ સિંહ અને શાઇલી સિંહ

બૅન્ગકૉકની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે ભારતનો તેજિન્દરપાલ સિંહ ગોળાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા વખતે પણ સુવર્ણ જીત્યા બાદ આ વખતે તેણે વિજેતાપદ જાળવી રાખ્યું છે. તેણે ડાબા હાથ ઉપરાંત પગની ઈજા છતાં ગોળો ૨૦.૨૩ મીટર દૂર ફેંક્યો હતો અને પછી પગની ઈજાને કારણે લંગડાતા પગે પાછો આવ્યો હતો. ઈરાનનો સાબેરી મેહદી (૧૯.૯૮ મીટર) સિલ્વર મેડલ અને કઝાખસ્તાનનો ઇવાન ઇવાનોવ (૧૯.૮૭ મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો. ભારતની શાઇલી સિંહ મહિલાઓની લૉન્ગ જમ્પની હરીફાઈમાં ૬.૫૪ મીટર લાંબો કૂદકો મારીને બીજા નંબરે આવી હતી અને રજતચંદ્રક જીતી હતી. ભારતની જ પારુલ ચૌધરી ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ જીતી હતી. ભારતે ગઈ કાલ સાંજ સુધીમાં પાંચ ગોલ્ડ સહિત કુલ નવ ચંદ્રક જીતી લીધા હતા.

sports news sports thailand bangkok