જ્યોતિ યારાજીએ એશિયન સ્પર્ધામાં રચ્યો ઇતિહાસ

14 July, 2023 12:10 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

૧૦૦ મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય રનર બની

જ્યોતિ યારાજી

બૅન્ગકૉકમાં ગઈ કાલે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતે ગઈ કાલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. વિમેન્સ ૧૦૦ મીટર હર્ડલ્સમાં જ્યોતિ યારાજીએ કમાલ કરી હતી. તે આ એશિયન સ્પર્ધામાં ૧૦૦ મીટર હર્ડલ્સમાં સુવર્ણ જીતનારી પ્રથમ ભારતીય બની છે. તે વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાય થઈ છે.
રિલાયન્સ ફાઉન્ડેશનનાં અભિનંદન જ્યોતિને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણીએ અભિનંદન આપ્યાં હતાં. 
જ્યોતિએ જપાન-ચીનનું વર્ચસ તોડ્યું
૨૩ વર્ષની જ્યોતિએ ગઈ કાલે આ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલનું ખાતું ખોલાવી આપ્યું હતું.  મોટી સ્પર્ધામાં તેનો આ પહેલો સુવર્ણચંદ્રક છે. ૧૦૦ મીટર હર્ડલ્સમાં વર્ષોથી જપાન અને ચીનનું વર્ચસ રહ્યું હતું અને જ્યોતિએ એ તોડ્યું છે.
વરસાદને કારણે ટ્રૅક ભીનો થઈ ગયો હતો છતાં જ્યોતિએ ૧૩.૦૯ સેકન્ડના ટાઇમિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. તેણે જપાનની બે હરીફને પાછળ રાખી દીધી હતી ઃ ટેરાડા આસુકા (૧૩.૧૩ સેકન્ડ) અને આઓકી માસુમી (૧૩.૨૬ સેકન્ડ). મેન્સ ૧૫૦૦ મીટર દોડમાં અજયકુમાર સરોજે અને મેન્સ ટ્રિપલ જમ્પમાં અબદુલ્લા અબુબકરે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

sports news sports thailand bangkok