16 March, 2023 02:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાઇના નેહવાલ ફાઇલ તસવીર
બૅડ્મિન્ટનની ટોચની સ્પર્ધાઓમાં ગણાતી ઑલ ઇંગ્લૅન્ડ ઓપન-૨૦૨૩માંથી ભારતની મુખ્ય મહિલા ખેલાડી સાઇના નેહવાલ નીકળી ગઈ છે. તે સતતપણે ૧૬ વર્ષથી (૨૦૦૭ની સાલથી) આ સ્પર્ધામાં રમી રહી હતી. એમાંથી એક વખત ફાઇનલમાં અને બે વાર સેમી ફાઇનલમાં પહોંચી હતી. પુરુષ વર્ગમાં બે ભારતીયો લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય ગઈ કાલે આ સ્પર્ધામાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પહેલા રાઉન્ડમાં લક્ષ્ય સેને વિશ્વના પાંચમા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઈના ચોઉ ટિએન ચેનને ૨૧-૧૮, ૨૧-૧૯થી અને પ્રણોયે તાઇપેઈના જ વૉન્ગ ત્ઝુ વીને ૪૯ મિનિટમાં ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવી દીધો હતો.