30 July, 2019 11:34 AM IST | આઇઓવા
દલિલાહ મોહમ્મદ
ઑલિમ્પિક ચૅમ્પિયન દલિલાહ મોહમ્મદે ઍથ્લેટિક્સની દુનિયામાં ૧૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે યુનાઇટેડ સ્ટેટ્સ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ્સ દોડને ૫૨.૨૦ સેકન્ડમાં પૂરી કરી હતી. આટલી સેકન્ડમાં દોડ પૂરી કરીને રવિવારે તેણે આઇઓવામાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ૨૦૦૩માં રૂસી રનર યુલિયા પેચોનકીનાએ આ દોડ ૫૨.૩૪ સેકન્ડમાં પૂરી કરી હતી. દલિલાહ તેનાથી ૦.૧૦ સેકન્ડના માર્જિનથી આગળ છે.
આ પણ વાંચો : Pro Kabaddi League:દબંગ દિલ્હીએ કરી જીતની હૅટ-ટ્રિક
યુવા સિડની મૈકલોગનિકે આ દોડ ૫૨.૮૮ સેકન્ડમાં પૂરી કરી હતી. તે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર ૦.૧૩ સેકન્ડથી દૂર હતી.