રશિયાના હુમલાઓથી યુક્રેનમાં ૪૭૯ ઍથ્લીટ્સ અને કોચનો જીવ લેવાયો

21 July, 2024 08:00 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

આ યુદ્ધને કારણે યુક્રેન આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાની સૌથી નાની ૧૪૦ સભ્યોની ટીમ મોકલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

ફેબ્રુઆરી ૨૦૨૨થી રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હમણાં સુધીમાં ૪૭૯ ઍથ્લીટ્સ અને કોચનો જીવ લેવાયો છે. યુક્રેનના સ્પોર્ટ્‍સ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે આ યુદ્ધમાં ૧૫ ઑલિમ્પિક્સ ટ્રેઇનિંગ સેન્ટર સહિત ૫૦૦થી વધુ રમત સંસ્થાનનો નાશ થયો છે. આ યુદ્ધને કારણે યુક્રેન આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાની સૌથી નાની ૧૪૦ સભ્યોની ટીમ મોકલી રહી છે.

russia ukraine athletics sports sports news