ઝિમ્બાબ્વેએ અંતિમ મૅચ જીતી લઈને બંગલાદેશને ક્લીન સ્વીપ કરતાં રોક્યું

13 May, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશને લાગી શાકિબ-અલ-હસનની નજર

બંગલાદેશ ક્રિકેટ ટીમ

બંગલાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંગલાદેશ ક્રિકેટ ટીમ હજી વર્લ્ડ કપ માટે તૈયાર નથી, મોટી ટીમ સામે આ ટીમ ફસડાઈ પડશે. આ નિવેદનના અઠવાડિયાની અંદર ૯મો રૅન્ક ધરાવતા બંગલાદેશે ૧૩મા રૅન્કના ઝિમ્બાબ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ મૅચની T20 સિરીઝમાં સતત ચાર મૅચ જીતનાર બંગલાદેશ અંતિમ મૅચમાં ઝિમ્બાબ્વે સામે ૮ વિકેટે હારી ગયું હતું. બંગલાદેશે પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટ ગુમાવીને ૧૫૭ રન કર્યા હતા. રન ચેઝ કરવા ઊતરેલા ઝિમ્બાબ્વેએ બે વિકેટે ૧૮.૩ ઓવરમાં ૧૫૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો જેને કારણે બંગલાદેશ ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળ રહ્યું. ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની ૧૪મી T20 ફિફ્ટી કરી હતી. ઝિમ્બાબ્વે સામે ૪-૧થી સિરીઝ જીતનાર બંગલાદેશ ૨૧ મેથી અમેરિકા સામે ત્રણ મૅચની T20 સિરીઝ રમશે, જ્યારે ૮ જૂનથી શ્રીલંકા સામે T20 વર્લ્ડ કપ 2024 અભિયાનની શરૂઆત કરશે. 

sports sports news cricket news