ઝિમ્બાબ્વેને ૫૪ રનમાં ઑલઆઉટ કરીને અફઘાનિસ્તાન ૨૩૨ રનથી જીત્યું

20 December, 2024 11:14 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાનની ટીમે ત્રણ મૅચની સિરીઝમાં લીડ મેળવી છે

પ્રતીકાત્મક તસવીર

હરારેમાં ઝિમ્બાબ્વે સામે બીજી વન-ડે મૅચમાં ૨૩૨ રનની વિશાળ જીત મેળવીને અફઘાનિસ્તાનની ટીમે ત્રણ મૅચની સિરીઝમાં લીડ મેળવી છે. પહેલી મૅચ વરસાદને કારણે રદ થયા બાદ ગઈ કાલે બીજી મૅચ રમતાં અફઘાનિસ્તાને ૬ વિકેટ ગુમાવીને ૨૮૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યજમાન ટીમ ૧૭.૫ ઓવરમાં ૫૪ રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ૨૧ ડિસેમ્બરે અંતિમ વન-ડે મૅચ રમાશે.

afghanistan zimbabwe cricket news sports sports news