28 December, 2024 10:53 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન ક્રેગ ઇરવિન ૧૦૪ રનની અને બ્રાયન બેનેટ ૧૨૪ બૉલમાં ૧૧૦ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા હતા
ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટમૅચમાં ઝિમ્બાબ્વેએ ગઈ કાલે બીજા દિવસે ટેસ્ટ-ક્રિકેટમાં પોતાના હાઇએસ્ટ ૫૮૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર બાદ અફઘાનિસ્તાને ૩૦ ઓવરમાં ૯૫ રન કરીને બે વિકેટ ગુમાવી હતી. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સમાં કુલ ત્રણ સેન્ચુરી નોંધાઈ હતી. પહેલા દિવસે ૧૪૫ રન પર અણનમ રહેલો શૉં વિલિયમ્સ ગઈ કાલે ૧૫૪ના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર બાદ કૅપ્ટન ક્રેગ ઇરવિન ૧૦૪ રનની અને બ્રાયન બેનેટ ૧૨૪ બૉલમાં ૧૧૦ રનની ઇનિંગ્સ રમ્યા હતા.