midday

શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં યારી ઇલેવન ચૅમ્પિયન

18 March, 2025 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોર્ટ ગ્રુપ દ્વારા દર વર્ષે હોળીની આસપાસ ચર્ચગેટમાં યોજાતી શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ-ટુર્નામેન્ટ યારી ઇલેવને જીતી હતી.
ચૅમ્પિયન યારી ઇલેવન ટીમ

ચૅમ્પિયન યારી ઇલેવન ટીમ

ફોર્ટ ગ્રુપ દ્વારા દર વર્ષે હોળીની આસપાસ ચર્ચગેટમાં યોજાતી શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ-ટુર્નામેન્ટ યારી ઇલેવને જીતી હતી. શુક્રવાર, ૧૪ માર્ચે ધુળેટીના દિવસે રમાયેલી ફાઇનલમાં યારી ઇલેવને એનજીએમ બૉય ઇલેવનને સાત વિકેટથી હાર આપી હતી. ૮ ઓવરની ફાઇનલમાં પહેલાં બૅટિંગ કરતાં એનજીએમ બૉય ઇલેવને ૮ વિકેટે ૬૦ રન બનાવ્યા હતા અને યારી ઇલેવને ટાર્ગેટ માત્ર ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ચૅમ્પિયન ટ્રોફી ઉપરાંત ત્રણેય વ્યક્તિગત અવૉર્ડ્સ પણ યારી ઇલેવન ટીમના ખેલાડીઓને મળ્યા હતા. ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ ઉપરાંત મૅન ઑફ ધ સિરીઝ વિશાલ ઉડિયન, બેસ્ટ બૅટ્સમૅન વિજય બારોટ અને બેસ્ટ બોલર મિહિર મકવાણા જાહેર થયા હતા.

Whatsapp-channel
sports news sports indian cricket team cricket news gujarati community news gujaratis of mumbai