18 December, 2024 10:22 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હૅમિલ્ટન ટેસ્ટની સમાપ્તિની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની તમામ મૅચ રમાઈ ગઈ છે. પહેલી WTC ટ્રોફી જીતનાર ન્યુ ઝીલૅન્ડે આ સીઝનમાં ૧૪માંથી સાત મૅચ જીતી અને સાત મૅચ હારી છે. ૪૮.૨૧ પૉઇન્ટ ટકાવારી સાથે આ ટીમ ચોથા ક્રમે રહી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ બાવીસમાંથી ૧૧ મૅચ જીતી અને ૧૦ મૅચ હારી છે. એક મૅચ ડ્રૉ રહી હતી. ૪૩.૧૮ની પૉઇન્ટ ટકાવારી સાથે ઇંગ્લૅન્ડ પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. ઇંગ્લૅન્ડના આ સીઝનમાં સૌથી વધારે બાવીસ પૉઇન્ટ સ્લો ઓવર રેટ જેવી પેનલ્ટીને કારણે કપાયા હતા.
WTC પૉઇન્ટ-ટેબલ
સાઉથ આફ્રિકા ૬૩.૩૩
ઑસ્ટ્રેલિયા ૬૦.૭૧
ભારત ૫૭.૨૯
ન્યુ ઝીલૅન્ડ ૪૮.૨૧
શ્રીલંકા ૪૫.૪૫
ઇંગ્લૅન્ડ ૪૩.૧૮
પાકિસ્તાન ૩૩.૩૩
બંગલાદેશ ૩૧.૨૫
વેસ્ટ ઇન્ડીઝ ૨૪.૨૪