WTCની ફાઇનલની તૈયારી માટે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચનું પ્લાનિંગ કરી રહ્યું છે સાઉથ આફ્રિકા

09 January, 2025 08:33 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ સીઝનમાં બારમાંથી આઠ મૅચ જીતીને WTC પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર રહેલી સાઉથ આફ્રિકન ટીમ ફાઇનલની તૈયારીના ભાગરૂપે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચ રમવાનું આયોજન કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

સાઉથ આફ્રિકન ક્રિકેટ-ટીમ પહેલી વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં ૧૧થી ૧૫ જૂન વચ્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. આ સીઝનમાં બારમાંથી આઠ મૅચ જીતીને WTC પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર રહેલી સાઉથ આફ્રિકન ટીમ ફાઇનલની તૈયારીના ભાગરૂપે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચ રમવાનું આયોજન કરી રહી છે.

સાઉથ આફ્રિકા ટેસ્ટ-ટીમના હેડ કોચ શુક્રી કૉનરૅડ ઇચ્છે છે કે ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં પ્લેયર્સ સારી રીતે રમી શકે એ માટે ફાઇનલ પહેલાં કૅન્ટરબરી શહેરમાં અફઘાનિસ્તાન અથવા આયરલૅન્ડ સામે ટેસ્ટ-મૅચ રમવાનું આયોજન કરવામાં આવે જેથી ફાઇનલ મૅચ માટે ટીમના પ્લેયર્સ માનસિક રીતે તૈયાર થઈ શકે. ઑસ્ટ્રેલિયન ટીમ ૨૯ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન શ્રીલંકા સામે આ સીઝનની અંતિમ બે ટેસ્ટ-મૅચ રમવાની છે. 

test cricket england south africa cricket news sports sports news world test championship australia afghanistan ireland