22 November, 2023 11:05 AM IST | mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેન્ટ બોલ્ટ (ડાબી તસવીરમાં જમણે)ના મતે ટિમ સાઉધી અને ડેરિલ મિચલ કબડ્ડી રમે તો સારું પર્ફોર્મ કરી શકે.
ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ તાજેતરમાં વર્લ્ડ કપ માટે ભારતમાં હતા ત્યારે એક દિવસ તેમને ટીવી પર પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની કેટલીક મૅચો બતાવાઈ હતી જે જોઈને તેઓ આ ભારતીય રમતથી ખૂબ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કબડ્ડીની મૅચો જોયા પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમારામાંથી ખાસ કરીને ટિમ સાઉધી અને ડેરિલ મિચલ જો કબડ્ડી રમવાનું શરૂ કરે તો એમાં તેઓ ઘણું સારું પર્ફોર્મ કરી શકે એમ છે. રેઇડર્સ અને ડિફેન્ડર્સની રમત કબડ્ડીમાં ખેલાડીના પગ મજબૂત હોવા જરૂરી છે અને મને લાગે છે કે અમારા આ બે ઉપરાંત ગ્લેન ફિલિપ્સ પણ સારું રમી શકે.’
ભારત કબડ્ડીની રમતનું પ્રણેતા છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં આઠમાંથી સાત ગોલ્ડ મેડલ ભારત જીત્યું છે. પ્રો કબડ્ડી લીગ સ્પોર્ટ્સની સૌથી પ્રખ્યાત લીગ ટુર્નામેન્ટ્સમાં ગણાય છે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના ઘણા દેશના ખેલાડીઓ રમવા આવે છે.