World Cup 2023 : કેવું રહેશે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન, આટલી નબળાઈઓ ફેરવી શકે છે બાજી

06 September, 2023 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની પણ પોતાની કેટલીક ખાસિયતો અને ખામીઓ છે.

ફાઈલ તસવીર

ભારતમાં 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ (World Cup 2023)ની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે 15 સભ્યો સાથેની ટીમ ઈન્ડિયાનીન્ પણ ઘોષણા કરવામાં આવી ગઈ છે. આ વખતે રોહિત શર્માની આગેવાની હેઠળની યજમાન ટીમ હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવાની દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની પણ પોતાની કેટલીક ખાસિયતો અને ખામીઓ છે. આપણે આ ખાસિયતો અને ખામીઓ પર નજર કરીશું. અને આપણી ટીમ ઈન્ડિયાનું સરવૈયું કરીશું. 

આમ તો ટીમ ઈન્ડિયાની પોતાની ઘણી બધી ખાસિયતો છે. જે ટીમ ઈન્ડિયા માટે સ્ટ્રેન્થ છે. કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી ભારતનો ટોપ ઓર્ડર એટલે કે ટોપ-3 છે. આ ટોપ-3ના તો નામે 24 હજારથી પણ વધુ વન-ડે રન અને સદીઓ નોંધાયેલી છે. વિરાટ કોહલીએ 46, રોહિત શર્માએ  30 અને શુભમન ગિલે અત્યાર સુધી 4 સદી ફટકારી છે. જે હવે પછી આવનાર વન-ડે વર્લ્ડ કપમાં મજબૂતીનું કારણ ગણી જ શકાય છે. 

ત્રણ ટોપ ખેલાડીઓ ઉપરાંત હાલમાં ICC ODI રેન્કિંગમાં ટોપ-10 બોલરમાંથી બે બોલર્સ ભારતીય ટીમમાં શામેલ છે. આ બંને ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ 670 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાન પર છે. અને અન્ય ખેલાડી કુલદીપ યાદવ 622 પોઇન્ટ્સ સાથે 10મા સ્થાને છે. આ બંને મજબૂત બોલર્સ સાથે વર્લ્ડ-કપમાં (World Cup 2023) ટીમ ઈન્ડિયાનું પલ્લું મજબૂત છે એમ કહી શકાય. 

આપણે ટોપ બોલર્સની વાત કરી હવે જબરદસ્ત બેટિંગ કરનાર ખેલાડીઓની વાત કરીએ. ભારતીય ટીમ પાસે ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા બેસ્ટ લેફટી બેટર છે. આ ત્રણેય પ્લેયર્સ ઈન્ડિયા ટીમમાં જરૂર પડે ત્યારે મિડલ અને લોઅર મિડલ ક્રમમાં સારું રાઇટી- લેફ્ટીનું પ્લાનિંગ બનાવી શકે છે. જે વર્લ્ડ-કપમાં (World Cup 2023) ઈન્ડિયા ટીમની એક ખાસિયત છે. 

આપણે ઈન્ડિયા ટીમની કેટલીક ખાસિયતો વિશે વાત કરી હવે વાત કરીએ તેમની નબળાઈઓ વિશે. મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ તો છે જ આ સિવાય ઈશાન કિશન પણ મિડલ ઓર્ડરમાં રમે તેવી અપેક્ષા છે. પરંતુ આ જે ખેલાડીઓ છે તે હાલમાં કોઈકને કોઈક શારીરિક સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જે ખરા સમયે ટીમ ઈન્ડિયા માટે નુકસાની કરી શકે છે. 

એ તો સ્પષ્ટ જ છે કે ક્રિકેટમાં જે ટીમમાં લેફ્ટ આર્મ પ્રેશર હોય છે તે ટીમ પાવરપ્લેમાં સારી બોલિંગ કરી શકે છે. પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક enઆ ઉદાહરણમાં મૂકી જ શકીએ. આ વખતે ઈન્ડિયાની વર્લ્ડ કપ વર્લ્ડ-કપ (World Cup 2023) ઈન્ડિયા ટીમમાં એક પણ લેફ્ટ આર્મ પેસર નથી. જે મોટી નબળાઈ કહી શકાય. 

આ સિવાય કેપ્ટન રોહિત શર્માનું આઉટ ઓફ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ જોખમી પરિબળ બની રહ્યું છે. તે જ સમયે ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નથી. વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્પિનરો સામે ફ્લોપ ઇનિંગ્સ રમતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા બેટ્સમેનોએ આના પર ધ્યાન આપવાની ઘણી જરૂર છે.

rohit sharma jasprit bumrah virat kohli world cup cricket news indian cricket team sports news sports