midday

World Cup 2023: ટીમ ઈન્ડિયાએ સેમિ-ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને 70 રનથી આપી માત

15 November, 2023 10:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતને 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઇનલમાં પહોંચાડ્યું છે
તસવીરો: અમિત શાહના એક્સ એકાઉન્ટ પરથી

તસવીરો: અમિત શાહના એક્સ એકાઉન્ટ પરથી

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતને 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઇનલમાં પહોંચાડ્યું છે. સેમિ-ફાઈનલમાં ભારતે ન્યૂ ઝીલેન્ડ (New Zealand)ને 70 રનથી હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. ભારત (India) તરફથી શમીએ સાત વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 397 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી.

Whatsapp-channel
virat kohli shreyas iyer mohammed shami world cup india new zealand cricket news sports sports news