World Cup 2023 Google Doodle: કોણ છે ગૂગલના ડૂડલમાં ક્રિકેટ રમતાં બતકો?

05 October, 2023 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

World Cup 2023 Google Doodle: વર્લ્ડ કપ 2023ની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહી છે. ગૂગલે આ ઉજવણી નિમિતે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે.

સૌજન્ય: ગૂગલ

ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહી છે. આજે આ મૅચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ સાથે જ આજે ગૂગલે ODI વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ઉજવણી નિમિતે ખાસ ડૂડલ (World Cup 2023 Google Doodle) તૈયાર કર્યું છે. ગુગલ ડૂડલે ODI વર્લ્ડ કપ 2023ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી. 

આ ખાસ ડૂડલમાં દર્શકોની હાજરીમાં સ્ટેડિયમમાં વિકેટો વચ્ચે દોડી રહેલા બે એનિમેટેડ બતક બતાવવામાં આવ્યા છે. આજના આ ગૂગલ ડૂડલ (World Cup 2023 Google Doodle) પર ક્લિક કરવામાં આવે તો વપરાશકર્તા ODI વર્લ્ડ કપ 2023નું સંપૂર્ણ શેડ્યૂલ જોઈ શકે છે.

ODI વર્લ્ડ કપની શરૂઆત 1975માં થઈ હતી. ODI વર્લ્ડ કપની આ 13મું આયોજન છે. જેમાં 10 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રૂપ સ્ટેજમાં 45 મૅચ રમાશે. જેમાં દરેક ટીમે એક વખત તમામ ટીમો સામે મુકાબલો કરવો પડશે. આ વર્ષે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ ભાગ લેવા જઈ રહી છે. 

માત્ર ચાર ટીમો જ નોકઆઉટ સ્ટેજમાં આગળ વધશે, જેમાં બે સેમી ફાઈનલ મૅચ અને ફાઈનલ અમદાવાદમાં યોજાશે. આ ટુર્નામેન્ટ સમગ્ર ભારતમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, લખનઉ, ધર્મશાલા અને પુણેના સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબર (ગુરુવાર)ના રોજ એટલે કે આજે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મૅચ રમાશે. લીગ તબક્કાની 45 મૅચ 12 નવેમ્બર સુધી રમાશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે છેલ્લી લીગ મેચ બેંગલુરુમાં રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

આ મૅચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સાથે જ ભારતની પાકિસ્તાન સાથેની મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને છેલ્લી ગ્રુપ મૅચ નેધરલેન્ડ સામે રમશે.

આજના ગૂગલના ખાસ ડૂડલ (World Cup 2023 Google Doodle)માં દેખાઈ રહેલ બંને બતક ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર છે. આ સ્ટેડિયમ સંપૂર્ણપણે દર્શકોથી ભરાઈ ગયેલું છે. સ્ટેડિયમની વચ્ચેની પીચ પર બે બતક હાથમાં બેટ લઈને વિકેટની વચ્ચે દોડતા જોવા મળે છે. એવું લાગે છે કે તે રનઅપ લઈ રહ્યા છે. આ ક્રિએટિવ ડૂડલ ખાસ કરીને ICC વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ચાહકોમાં જોરદાર ઉત્સાહ દર્શાવે છે.

કઈ રીતે જોવા મળશે આજનું ડૂડલ?

તે જોવામાં ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારે Google હોમપેજ ખોલવાનું છે. તે ખોલતાની સાથે જ તમને Google લોગોની જગ્યાએ આ ડૂડલ (World Cup 2023 Google Doodle) દેખાવા લાગશે. પછી જેમ તમે તેના પર ક્લિક કરશો. આગલી સ્ક્રીન ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું સમગ્ર શેડ્યૂલ પ્રદર્શિત કરશે.

world cup sports news sports cricket news google