Ind  vs Aus: વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ PM ડ્રેસિંગ રૂમમાં મળ્યા ટીમ ઈન્ડિયાને

20 November, 2023 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PM meets Team India in dressing room: ICC વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તસવીર શૅર કરતા જે મેસેજ લખ્યો છે, તે વાંચો!

ટીમ ઈન્ડિયા (તસવીર સૌજન્ય શ્રેયસ અય્યર ટ્વિટર અકાઉન્ટ)

PM meets Team India in dressing room: ICC વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તસવીર શૅર કરતા જે મેસેજ લખ્યો છે, તે વાંચો!

PM meets Team India in dressing room: ICC વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ ઈન્ડિયા વર્સિસ ઑસ્ટ્રેલિયા મેચ રમી હતી. 19 નવેમ્બર 2023ની તારીખ ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ ક્યારેય યાદ નહીં રાખવા માગે. વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતનારી ભારતીય ટીમ ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ છ વિકેટથી હારી ગઈ. વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી અને આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં ગયા હતા. પીએમ મોદી આખી મેચ નહોતા જોઈ શક્યા, પણ ઑસ્ટ્રેલિયન ઈનિંગ તેમણે જોઈ હતી. ઈન્ડિયન ટીમના પરાજય બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ખેલાડીઓની હિંમત વધારવાનો પ્રયત્ન પણ કર્યો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023 ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પણ રોહિત શર્માની કૅપ્ટનશિપવાળી ભારતીય ટીમે ફાઈનલ મેચમાં ત્રણેય ડિપાર્ટમેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો.

PM meets Team India in dressing room: રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) સોશિયલ મીડિયા (Social Media) પર મોદી સાથે તસવીર શૅર કરતા લખ્યું, "ટૂર્નામેન્ટ અમારી માટે શાનદાર રહી, પણ અમે ગઈકાલે ક્યાંક ઓછા પડ્યા. અમારું બધાનું દિલ તૂટ્યું હતું, પણ લોકોનો સપૉર્ટ અમને આગળ વધારી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી કાલે ડ્રેસિંહ રૂમમાં આવ્યા એ અમારે માટે ખાસ હતું, આ અમારી માટે મોટિવેટિંગ રહ્યું." 

ફાસ્ટ બૉલર શમીએ લખ્યું કે, "દુર્ભાગ્યે કાલનો (રવિવારનો) દિવસ અમારો નહોતો. હું આખી ટૂર્નામેન્ટમાં અમારી ટીમ અને મારા સપૉર્ટ કરનારા બધા ભારતીયોનો આભાર માનવા માગું છું. પીએમ નરેન્દ્ર મોદીનો આભારી છું, જે ખાસ રીતે ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહન આપ્યું. અમે કમબૅક કરીશું."

PM meets Team India in dressing room: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં લીગ મેચથી લઈને સેમીફાઈનલ સુધી દરેક મેચ જીતી હતી. આ દમરિયાન લીગ રાઉન્ડમાં ભારતે ઑસ્ટ્રેલિયાને પણ છ વિકેટથી હરાવી હતી. ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 લીગ રાઉન્ડ દરમિયાન બે મેચ ગુમાવી હતી. એક સાઉથ આફ્રિકા સામે અને એક ભારત સામે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું અને ત્યારબાદ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જ્યારે ફાઇનલમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

rohit sharma virat kohli narendra modi narendra modi stadium mohammed shami ravindra jadeja shreyas iyer team india ahmedabad national news indian cricket team world cup india australia