World Cup 2023 Final: ભારતે ઑસ્ટ્રેલિયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ, પહેલી વાર ઑલઆઉટ

19 November, 2023 06:20 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદ (World Cup 2023 Final)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં પ્રથમ રમીને ટીમ ઈન્ડિયા (India)એ ઑસ્ટ્રેલિયા (Australia)ને 240 રનનો ટાર્ગેટ આપ્યો છે

ફાઇલ તસવીર

અમદાવાદ (World Cup 2023 Final)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં પ્રથમ રમીને ટીમ ઈન્ડિયા (India)એ ઑસ્ટ્રેલિયા (Australia)ને 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે કેએલ રાહુલે સૌથી વધુ 66 રન અને વિરાટ કોહલીએ 54 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ માત્ર 31 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી હતી.

ભારતનો સ્કૉર 80 રન હતો ત્યારે પ્રથમ 10 ઑવરમાં તોફાની શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ રનની ગતિ થંભી ગઈ હતી. 11થી 40 ઑવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર બે બાઉન્ડ્રી ફટકારી શક્યા હતા. ઑસ્ટ્રેલિયન બોલરોએ ચોક્કસ આયોજન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે દરેક ભારતીય બેટ્સમેન માટે અલગ આયોજન સાથે આવ્યો હતો.

india australia world cup cricket news sports sports news