બ્રેબર્નમાં કોણ મારશે બાજી : દિલ્હી કે મુંબઈ?

26 March, 2023 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુપીએલની ફાઇનલમાં મુંબઈને હરમનના ફૉર્મની ​ચિંતા, તો દિલ્હીની મેગ લૅનિંગ કૅપ્ટન્સીમાં જીતેલી ટ્રોફીની સંખ્યામાં વધારો કરવા ઉત્સુક

ડબ્લ્યુપીએલની ટ્રોફી સાથે મુંબઈની કૅપ્ટન હરમન​પ્રીત કૌર અને દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગ.

બ્રેબર્ન સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની ફાઇનલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે મુકાબલો થશે. એમાં મુંબઈને પોતાની કૅપ્ટન હરમનપ્રીતના ખરાબ ફૉર્મની ચિંતા છે. બીજી તરફ મેગ લૅનિંગનું ફૉર્મ દિલ્હીની ટીમના ઉત્સાહમાં વધારો કરે છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં હરમનપ્રીતે ત્રણ હાફ-સેન્ચુરી ફટકારી સારી શરૂઆત કરી હતી. જો શુક્રવારે નૅટ સિવર-બૅન્ટે (નૉટઆઉટ ૭૨) આક્રમક રમત બતાવી ન હોત તો પરિણામ કંઈ અલગ હોત. હરમનપ્રીતે એલિમિનેટરમાં માત્ર ૧૪ રન બનાવ્યા હતા. નૅટ સિવરે તેને મળેલા એક જીવનદાનનો લાભ ઉઠાવીને યુપીના બોલરો સામે આક્રમક રમત બતાવી હતી. ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન મેગ લૅનિંગ હરમનપ્રીતના ખરાબ ફૉર્મનો ફાયદો ઉઠાવી શકે છે, ભલે બ્રેબર્ન સ્ટેડિયમના દર્શકો મુંબઈની તરફેણમાં હોય. દિલ્હીની શરૂઆત થોડીક ધીમી હતી, પરંતુ બાદમાં સારી રમત બતાવીને આખરે મુંબઈને ટોચના ક્રમાંક પરથી હટાવ્યું હતું, જેમાં લૅનિંગના પ્રદર્શનનો મોટો ફાળો હતો. તે હાલમાં બૅટિંગ ચાર્ટમાં પણ સૌથી આગળ છે.

નૅટ સિવર અને મૅરિઝેન કૅપ

બન્ને ટીમમાંથી કોઈને પણ ફેવરિટ ગણી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે બન્નેએ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે જીત નોંધાવી હતી. નેટ રનરેટ મામલે જ દિલ્હીની ટીમ મુંબઈ કરતાં આગળ રહી હતી. હરમનપ્રીતના ફૉર્મની ચિંતા ભલે હોય, પણ નૅટ સિવર એ ચિંતાને ઘટાડી શકે છે. બે હાફ-સેન્ચુરી સાથે (૨૭૨ રન) તે સૌથી વધુ રનના મામલે ત્રીજા ક્રમાંકે છે. દિલ્હી માટે ઑલરાઉન્ડર મૅરિઝેન કૅપે સારી રમતનું પ્રદર્શન કર્યું છે. મુંબઈ માટે ઑલરાઉન્ડર હેલી મૅથ્યુઝે ૨૫૮ રન અને નવ મૅચમાં ૧૩ વિકેટ પણ લીધી છે. જો મુંબઈની સાઇકા ઇશાક ૧૫ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર યુપીની સૉફી એક્લ્સટન (૧૬ વિકેટ) બાદ બીજા ક્રમાંકે છે. ઇસ્સી વૉન્ગે પણ ૧૩ વિકેટ લીધી છે.

આ પણ વાંચો: શરૂઆતમાં જ સારા પ્લેયર્સ ગુમાવ્યા એટલે ટીમ બનાવવામાં તકલીફ પડી : મિતાલી રાજ

દેશી અને વિદેશીઓનું મિશ્રણ

લૅનિંગે તાજેતરમાં ઑસ્ટ્રેલિયન ટીમને ટી૨૦ વર્લ્ડ કપ જિતાડ્યો હતો. તે ડબ્લ્યુપીએલની ટ્રોફીને પણ જીતવા માગે છે. આ સાથે તેની ટ્રોફીનો સરવાળો પાંચ થઈ જશે. તેણે ડબ્લ્યુપીએલમાં સૌથી વધુ કુલ ૩૧૦ રન બનાવ્યા છે. જોકે દિલ્હી વિદેશી ખેલાડીઓના પ્રદર્શન પર નિર્ભર છે, પરંતુ પોતાના ભારતીય સ્ટાર્સ જેમિમાહ રૉડ્રિગ્સ, શેફાલી વર્મા, શિખા પાંડે અને રાધા યાદવ પાસે પણ સારા પ્રદર્શનની આશા રાખશે.

ડબ્લ્યુપીએલની ફાઇનલમાં મુંબઈને હરમનના ફૉર્મની ​ચિંતા, તો દિલ્હીની મેગ લૅનિંગ કૅપ્ટન્સીમાં જીતેલી ટ્રોફીની સંખ્યામાં વધારો કરવા ઉત્સુક

3
બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈની ટીમ ડબ્લ્યુપીએલમાં આટલી મૅચ જીતી છે.

sports news sports cricket news womens premier league harmanpreet kaur delhi capitals mumbai indians