દિલ્હીએ મુંબઈનું મોખરાનું સ્થાન આંચક્યું

21 March, 2023 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ટીમ યાસ્તિકા ભાટિયા (૧) અને નૅટ સિવર-બ્રન્ટ (૦)ની શરૂઆતમાં જ વિકેટ પડ્યા પછી ફરી બેઠી નહોતી થઈ શકી અને છેવટે આ ટીમ ૮ વિકેટે ફક્ત ૧૦૯ રન બનાવી શકી હતી

હરમનપ્રીત કૌર અને મેગ લૅનિંગ ફાઇલ તસવીર

ડબ્લ્યુપીએલમાં ગઈ કાલે ટોચની બે ટીમ વચ્ચેની ટક્કરમાં દિલ્હી કૅપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને ૯ વિકેટે હરાવીને ૭ મૅચમાં પાંચમો વિજય મેળવ્યો હતો. દિલ્હીની ટીમે મુંબઈની ટીમને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરેથી હટાવી દીધી હતી. મુંબઈની ટીમ યાસ્તિકા ભાટિયા (૧) અને નૅટ સિવર-બ્રન્ટ (૦)ની શરૂઆતમાં જ વિકેટ પડ્યા પછી ફરી બેઠી નહોતી થઈ શકી અને છેવટે આ ટીમ ૮ વિકેટે ફક્ત ૧૦૯ રન બનાવી શકી હતી. દિલ્હીની મૅરિઝેન કૅપ, શિખા પાન્ડે અને જેસ જૉનસને બે-બે વિકેટ લીધી હતી. ભાટિયા, નૅટની વિકેટ મૅરિઝેન કૅપે મૅચની શરૂઆતમાં જ લીધી હતી જે મુંબઈની ટીમને ભારે પડી હતી.

દિલ્હીએ કૅપ્ટન મેગ લૅનિંગ (અણનમ ૩૨), શેફાલી વર્મા (૩૩ રન) અને ઍલીસ કૅપ્સી (અણનમ ૩૮)નાં યોગદાનથી ૯ ઓવરમાં એક વિકેટે ૧૧૦ રન બનાવી લીધા હતા. દિલ્હીની એકમાત્ર વિકેટ હૅલી મૅથ્યુઝે લીધી હતી.

sports sports news cricket news womens premier league mumbai indians delhi capitals