06 February, 2023 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝુલન ગોસ્વામી
માર્ચમાં પહેલી જ વાર રમાનારી મહિલાઓ માટેની આઇપીએલ (ડબ્લ્યુપીએલ) માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાની મહિલા ટીમ માટે ફાસ્ટ બોલિંગ લેજન્ડ ઝુલન ગોસ્વામીને મેન્ટર બનાવી છે. તે ટીમની બોલિંગ-કોચ તરીકેની વધારાની જવાબદારી પણ સંભાળશે.
આ પણ વાંચો : મિતાલી બની ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર
ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ સુકાની શાર્લોટ એડવર્ડ્સને હેડ-કોચ બનાવાઈ છે, જ્યારે દેવિકા પલશીકરને બૅટિંગ-કોચ બનાવવામાં આવી છે. તૃપ્તિ ચંદગડકર ભટ્ટાચાર્ય ટીમની મૅનેજર છે.
મને ખાતરી છે કે વિમેન્સ ટીમ શાર્લોટના કોચિંગ તેમ જ ઝુલનની બે મોટી જવાબદારીની મદદથી એમઆઇની ભવ્ય પરંપરાને આગળ વધારશે. તમામનું ‘એમઆઇવનફૅમિલી’માં સ્વાગત છે.
- નીતા અંબાણી