હરમનપ્રીત કૌર બની મુંબઈની ટીમની કૅપ્ટન

02 March, 2023 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે ગુજરાતની ટીમ સામે થશે ડબ્લ્યુપીએલની પહેલી ટક્કર 

હરમનપ્રીત કૌર

ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરને ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે પોતાની કૅપ્ટન બનાવી છે. હરમનપ્રીત તાજેતરમાં પહેલી ખેલાડી બની હતી જેણે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૧૫૦થી વધુ મૅચ રમી હોય. મુંબઈની ટીમે ગયા મહિને યોજાયેલી હરાજીમાં ૧.૮ કરોડ રૂપિયામાં તેને પોતાની ટીમમાં લીધી હતી. ટીમનાં માલિક નીતા અંબાણીએ ગઈ કાલે એક મીડિયા-રિલીઝમાં કહ્યું હતું કે હરમનપ્રીત કૌરને અમારી મુંબઈ ઇન્ડિયનની મહિલા ટીમની કૅપ્ટન જાહેર કરતાં હું ઉત્સાહિત છું. નૅશનલ ટીમનાં કૅપ્ટન તરીકે તેણે મહિલા ટીમને કેટલીક રોમાંચક જીત અપાવી હતી. ચાર્લોટ અને ઝુલનના સમર્થનથી હરમનપ્રીત મુંબઈની મહિલા ટીમને શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.’ મુંબઈની ટીમે ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ કૅપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને કોચ બનાવી છે. મુંબઈની ટીમમાં નેતાલી સિવર, ઍમેલી કેર, પૂજા વસ્ત્રાકાર અને યાસ્તિકા ભાટિયા જેવી ખેલાડી છે. મુંબઈની ટીમે પોતાની પ્રૅક્ટિસ પણ ચાલુ કરી દીધી છે. ચોથી માર્ચે મુંબઈની ટક્કર અમદાવાદ સાથે છે.

sports sports news cricket news mumbai indians harmanpreet kaur