આજે જીતશે તો એશિયા કપની સેમી ફાઇનલમાં જગ્યા પાકી કરશે ભારતીય વિમેન્સ ટીમ

21 July, 2024 08:35 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ભારત પાસે હાલમાં બે પૉઇન્ટ છે અને નેટ રન-રેટ પ્લસ ૨.૨૯ છે

ફાઇલ તસવીર

આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આજે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે જીત નોંધાવીને એશિયા કપની સેમી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરશે. હરમનપ્રીત કૌરની ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પહેલી મૅચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત પાસે હાલમાં બે પૉઇન્ટ છે અને નેટ રન-રેટ પ્લસ ૨.૨૯ છે. UAEને હરાવીને ટીમ ચાર પૉઇન્ટ મેળવી લેશે. એશિયા કપમાં આ પહેલાં ૨૦૨૨ની એકમાત્ર ટક્કરમાં UAE સામે ભારતીય ટીમે જીત મેળવી હતી. ઑક્ટોબરમાં બંગલાદેશમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે એશિયા કપને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત-UAEની મૅચ બપોરે બે વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી મૅચમાં પાકિસ્તાનનો સામનો નેપાલ સામે થશે.

asia cup indian womens cricket team india united arab emirates cricket news sports sports news